બોલિવૂડના સુપરસ્ટાર Sanjay Dutt આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહયા છે. સંજય દત્તનું આખું જીવન ચર્ચાઓમાં જ રહ્યું છે. 1981ની ડેબ્યૂ ફિલ્મ ‘રોકી’થી અભિનેતા સાથે જોડાયેલા વિવાદો ચર્ચામાં આવવા લાગ્યા હતા. સંજય દત્ત બી-ટાઉનના સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદીમાં સામેલ છે. સંજુ બાબા ભલે વર્ષમાં એક-બે ફિલ્મો જ કરે છે, પરંતુ તેમની સંપત્તિ કોઈ મોટા બિઝનેસમેન કરતા ઓછી નથી. સંજય દત્તની પ્રોપર્ટીમાં દેશ-વિદેશમાં ભવ્ય મકાનોથી લઈને મોંઘામાં મોંઘી કાર સુધીની દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે.
View this post on Instagram
Advertisement
40 કરોડનો બંગલો
સંજય દત્ત પાસે એવી વસ્તુઓ છે જે દરેકનું સપનું હોય છે પરંતુ તેને ખરીદી શકવું દરેક માટે શક્ય હોતું નથી. મુંબઈમાં તેમની પાસે ઘણી પ્રોપર્ટી છે. તેમની પાસે નરગીસ દત્ત રોડ પાલી હિલ્સમાં એક આલીશાન બંગલો છે જે તેમણે 2009માં ખરીદ્યો હતો. હાલના માર્કેટ રેટ પ્રમાણે આ ઘરની કિંમત 40 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે સંજય દત્ત ફિલ્મોની સાથે સાથે જાહેરાતો અને કેટલાક મોટા બિઝનેસ દ્વારા મોટી કમાણી કરે છે.
View this post on Instagram
Advertisement
સંજય દત્ત પ્રોડક્શન
અભિનેતા હોવાની સાથે સંજય દત્ત પ્રોડ્યુસર પણ છે અને તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ સંજય દત્ત પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ પણ છે. તે એક ફિલ્મ માટે છથી આઠ કરોડ રૂપિયા લે છે. આ સિવાય બ્રાન્ડ્સ એન્ડોર્સમેન્ટ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરે છે. સંજય દત્ત દર વર્ષે દોઢથી બે કરોડ રૂપિયા ઈન્કમટેકસ પણ ચૂકવે છે. તેમની સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 137 કરોડ રૂપિયાથી વધુ છે.
સંજય દત્તનું કાર કલેક્શન
સંજય દત્તને મોંઘી અને લક્ઝરી ગાડીઓનો શોખ છે. તેમની પાસે 10 થી વધુ ગાડીઓ છે. સંજય દત્ત ભારતની એ ગણતરીની સેલિબ્રિટીમાંના એક છે કે જેમની પાસે Ferrari 599 GTB છે. Ferrari 599 GTBની એક્સ-શોરૂમ કિંમત 1.5 કરોડથી 3.5 કરોડ રૂપિયા વચ્ચે છે. આ સિવાય તેમની પાસે રોલ્સ રોયલ ઘોસ્ટ, બેન્ટલી, લેન્ડ ક્રુઝર, મર્સિડીઝ, પોર્શે હાર્લી અને ડુકાટી જેવી કાર અને બાઈક છે. આ ગાડીઓની કિંમત કરોડો રૂપિયામાં છે.