ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં બીજી લહેર હવે ધીમે ધીમે શાંત પડી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકારની આજે મળેલી કોર કમિટીની બેઠકમાં રાત્રી કર્ફ્યુને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આગામી દિવોસમાં આવી રહેલ ગણેશોત્સવના તહેવારને લઈને પણ કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે. તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.
આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે.એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.
આ ઉપરાંત 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.