વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને જતા શિવભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સોમનાથ મંદિરે જતા ભાવિકો સીધા જ લાઈનમાં ઉભા રહીને હવે ભોળાનાથના દર્શન કરી શકશે. મહત્વનું છે કે કોરોનાના સમયમાં એક વર્ષને બે મહિના જેટલા સમય માટે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી પાસ સિસ્ટમ ફરજિયાત કરાઈ હતી.
મળતી માહિતી મુજબ, વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એટલે કે હવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરાઇ છે. ભાવિકો સીધા જ લાઇનમાં ઉભા રહીને ભગવાનના દર્શન કરી શકશે.
કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી છેલ્લા 13 મહિના કરતા વધુ સમયથી સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તો માટે પાસ સિસ્ટમ ફરજીયાત કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતાં હવેથી મહાદેવના દર્શન માટે પાસ લીધા વગર પણ સૌ કોઇ દર્શનનો લ્હાવો લઇ શકશે.
મહત્વનું છે કે, સોમનાથ મહાદેવના દર્શન માટે પાસ સિસ્ટમ મરજીયાત કરવામાં આવતા હવે અહીં ભક્તોનો ધસારો પણ વધવાની શક્યતા છે. જોકે આ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા કોવિડ ગાઈડલાઈનનું પણ ભક્તોએ પાલન કરવાનું રહેશે.