Boiler Blast In Muzaffarpur: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રવિવારે અહીંના બેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોદી કુરકુરે અને નૂડલ્સ ફેક્ટરીમાં બોઈલર ફાટતાં 10 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. એસપી-ડીએમ સહિત ઘણા ટોચના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે.
Bihar | At least five people suffered injuries as a boiler exploded in a noodle factory in Muzaffarpur, says SSP Jayant Kant
Advertisement— ANI (@ANI) December 26, 2021
મળતી માહિતી મુજબ બોઈલર વિસ્ફોટનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટને કારણે આસપાસની અન્ય કેટલીક ફેક્ટરીઓને પણ નુકસાન થયું છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તે અંગે કોઈ માહિતી મળી નથી. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ તમામને ફેક્ટરીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
લોકોએ કહ્યું કે, બ્લાસ્ટ એવો ભયંકર હતો કે દરવાજા અને બારીઓ પણ હલી ગઈ હતી. ઘણા બધા લોકો પોતાના પરિજનોની ચિંતાના કારણે ફેક્ટરીની આસપાસ પહોંચી ગયા છે.