MX પ્લેયરની સૌથી લોકપ્રિય વેબસિરીઝ પૈકીની એક ભૌકાલની નવી સિઝન ફરી એકવાર દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. ભૌકાલ સિઝન-2માં મોહિત રૈના ફરી એકવાર SSP સિકેરાની ભૂમિકામાં પરત ફરી રહ્યા છે. સિઝન-2માં પણ દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે. ત્યારે ચાલો જાણીએ ભૌકાલ-2 સંબંધિત માહિતી વિશે.
ક્યારે અને ક્યાં રિલીઝ થશે ભૌકાલ-2
ભૌકાલ સિઝન-2 આજે રાત્રે 12 વાગ્યે એટલે કે 20 જાન્યુઆરીથી MX Player પર જોઈ શકાશે. MX Player એપ્લિકેશનમાં તમે બિલકુલ મફતમાં આ સિરીઝ જોઈ શકો છો.
SSP Sikhera aur Dedha bhaiyon ki takkar se #PhirMachegaBhaukaal Muzaffarnagar mein.#Bhaukaal2, releasing on 20 Jan.
Trailer out now: https://t.co/A7xwHq1vvd@mohituraina @biditabag @SiddhanthKapoor @ThePradeepNagar @ActorAjaySingh @ApplauseSocial #MXOriginalSeries #MXPlayer
— MX Player (@MXPlayer) January 11, 2022
Advertisement
ભૌકાલ સિઝન-2 પણ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ હશે. તેનું નિર્માણ બાવેજા સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. ભૌકાલ સિઝન-2માં જૂના પાત્રો ઉપરાંત નવા પાત્રોની પણ એન્ટ્રી કરવામાં આવી છે. દર્શકોને આશા છે કે આ સિઝન છેલ્લી વખતની જેમ જ જોરદાર રહેશે.
ભૌકાલ સિઝન-2નું નિર્દેશન જતીન વાગલે દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે તેની વાર્તા આકાશ મોહિમેને, જય શીલા બંસલ અને જતીન વાગલે દ્વારા લખવામાં આવી છે. ભૌકાલ સિઝન-2માં ચાહકોને ફરી એકવાર મોહિત રૈનાની જોરદાર એક્ટિંગ અને એક્શન જોવા મળશે.
Muzaffarnagar mein crime karne waalon ki chutti karne, aa rahe hain SSP Naveen Sikhera!https://t.co/fJDO8sgsik
20 January ko #PhirMachegaBhaukaal 🔥@mohituraina @biditabag @SiddhanthKapoor @ThePradeepNagar @ActorAjaySingh @rasshmiraajput #Bhaukaal2 #MXOriginalSeries #MXPlayer
— MX Player (@MXPlayer) January 18, 2022
Advertisement
ભૌકાલ સિઝન-2ની વાર્તા મુઝફ્ફરનગર પર આધારિત છે. સિરીઝમાં મોહિત રૈનાનો સામનો પિન્ટુ, ચિન્ટુ અને ગુર્જન નામના બાહુબલી દબંગ્સ સાથે થશે.