સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે લોકોનું ફરમા માટેનું પ્રિય સ્થળ બની ગયું છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ નવા-નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવી રહ્યા છે.
તેથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટરે કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારને નો ડ્રોન વિસ્તાર જાહેર કર્યો છે.
કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ સાઈટ, નર્મદા ડેમ વિસ્તાર તેમજ ડાઇક નં.1 એરોડ્રામથી ડાઇક નં.4, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયો હતો. આ અંગે મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડ્યું છે.
જે મુજબ 2 જૂન 2022થી 31 જુલાઈ 2022 સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દિવસોમાં સરઘસ, રેલી, પ્લેકાર્ડ, ધરણા, વિરોધ પ્રદર્શન સહીત કોઈ પ્રવૃત્તિ કરવા તેમજ હથિયાર રાખવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.