Bank Holidays 2022: જો તમારે બેંક સંબંધિત કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય, તો આજે જ તેને પતાવી લો. આવતીકાલથી ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. આ શનિવારથી બેંકોનો ત્રણ દિવસનો એક લાંબો વીકએન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. મે મહિનામાં બેંકોને કુલ 11 રજાઓ મળી રહી છે.
RBI અનુસાર, ભારતના ઘણા ભાગોમાં 16 મેના રોજ બેંકો બંધ રહેશે. આ દિવસે એટલે કે સોમવારે બુધ પૂર્ણિમાની રજા આપવામાં આવી છે. તેના એક દિવસ પહેલા એટલે કે રવિવારે પણ આ જ રીતે બેંકો બંધ રહેશે. 14મેના રોજ બીજા શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
બેંકોમાં દર રવિવારે તો રજા જ હોય છે, પરંતુ દર શનિવારે રજા હોતી નથી. બેંકોમાં મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે કામકાજ થાય છે, જ્યારે બેંકો બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે.
આરબીઆઈ બહાર પાડે છે પરિપત્ર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મહિનામાં આવતી રજાઓની વિગતો દર મહિને જાહેર કરવામાં આવે છે. મે મહિનામાં આવતી રજાઓને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ- હોલીડે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (Holiday under Negotiable Instruments Act), બીજી- હોલીડે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ એન્ડ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે (Holiday under Negotiable Instruments Act and Real Time Gross Settlement Holiday), અને ત્રીજી- બેંક એકાઉન્ટ્સ ક્લોઝિંગ (Banks’ Closing of Accounts)
11 રજાઓની વિગતો
આ મહિના હોલીડે અંડર નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આ મહિને ચાર રજાઓ આપવામાં આવી છે. કુલ 11 રજાઓમાંથી પાંચ રજાઓ આવી ગઈ છે. તેમાં 1 મે (રવિવાર), 2 મે (ઈદ-ઉલ-ફિત્ર), 3 મે (ભગવાન શ્રી પરશુરામ જયંતિ/રમઝાન-ઈદ (ઈદ-ઉલ-ફિત્ર)/બસવ જયંતિ/અક્ષય તૃતીયા), 8 મે (રવિવાર), અને 9 મે (રવિન્દ્રનાથા ટાગોર જયંતી)નો સમાવેશ થાય છે. હવે રવિવારની રજાઓ ગણીએ તો કુલ 6 રજાઓ છે.
14 થી 16 મે સુધી સતત 3 રજાઓ પછી 22 મેના રોજ રવિવાર છે. ત્યાર બાદ ચોથો શનિવાર અને રવિવાર અનુક્રમે 28 અને 29 તારીખે રજા છે.