બનાસકાંઠા ધીરે ધીરે ક્રાઈમ હબ બનતું જતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે ક્રાઈમની ઘટનાઓમાં દિવસે દિવસે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ચોરી હોય કે લૂંટ હોય કે પછી હત્યા અને છેતરપિડીં હોય તમામ ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના પાંથાવાડામાં ચોરોએ દુકાન અને મેડીકલના શટરના તાળાં તોડી ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ પશુ દવાખાના આગળ કરિયાણાની દુકાન અને ડાયમંડ પ્લાઝાની મેડીકલમાં ચોરી થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કરિયાણાની દુકાનમાં 20 હજાર અને મેડીકલ સ્ટોરમાંથી 40 હજાર થી વધુની ચોરી કરી ચોર નાસી ગયા હતા. એક જ રાત્રીમાં એક સાથે બે દુકાનોના તાળા તુટતા લોકોમાં ભય ફેલાયો છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.
રિપોર્ટ : દેવ કાલેટ, દાંતીવાડા