બનાસકાંઠા જિલ્લામાં 725 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓ તેમની પડતર માંગણીઓને લઈ મંગળવારથી સરકાર સામે બાયો ચડાવી છે. જિલ્લામાં 625 તલાટીઓ આજે હડતાલ પર રહેશે. તલાટીઓ હડતાલ પર જતા ગ્રામ પંચાયતમાં વહીવટી કામ ખોરવાશે.
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક આંદોલન યોજવા જઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સમગ્ર તલાટીઓ આજે તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે વિરોધ નોંધાવી હડતાલ પર ઉતર્યા છે. તલાટી કમ મંત્રી દ્વારા અનેક વાર સરકારમાં તેમની પડતર માંગણીઓને લઈ લેખીત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. તેમજ અનેક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. પરંતુ તલાટીઓની પડતર માગણી સરકાર દ્વારા ન સ્વીકારાતા તમામ તલાટીઓ હડતાલ પર ઉતર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 725 ગ્રામ પંચાયતમાં 625 તલાટી કમ મંત્રીઓ આજે હડતાલ પર ઉતર્યા છે. તેમની પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતરવાથી વહીવટી કામ પણ ખોરવાઈ ગયું છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રિપોર્ટઃ અનિલ રાણા, ડીસા