બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમે એક રીઢા બાઈક ચોરને ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે બાતમીના આધારે થરાદ દિયોદર ત્રણ રસ્તા પાસેથી ચોરીની બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
તેની કડક પૂછપરછ હાથ ધરતા તેણે બનાસકાંઠા જિલ્લા સહિત ગાંધીનગર મહેસાણા કચ્છ અને પાટણ જિલ્લામાંથી બાઇકની ઉઠાંતરી કરી અન્ય જિલ્લામાં સસ્તા ભાવે વેચતો હોવાની કબુલાત કરી હતી.
એલસીબી પોલીસે 5,52,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 12 જેટલા બાઈકો રિકવર કરી ઝડપાયેલ શખ્સને જેલ ભેગો કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement
Advertisement