ગુજરાતમાં જુલાઈ મહિનો શરૂ થતા જ ચોમાસું જામવા લાગ્યું છે અને જે વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નહોતો ત્યાં પણ હવે વરસાદ થવાનો શરૂ થઈ ગયો છે. ત્યારે દિયોદરમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે, બનાસકાંઠા દિયોદરમાં મોડી રાત્રે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
દિયોદરમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ સ્ટેશન આગળદેલવાડા રોડ ઉપર, રામપીરના મંદિર આગળ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ સર્વત્ર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.હાલ ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સર્વત્રે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે દિયોદરમાં પણ વરસાદની પધરામણી થતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી.
Advertisement
Advertisement