બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે ૧૫ જૂન થી ચોમાસા બેસી ગયેલ છતાં વરસાદ ન પડતાં ખેડૂતો દ્વારા કેનાલોમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોની માંગને લઇ તા.૨૯ના રોજ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં કારેલા ગામની સીમમાંથી પસાર થતી ભાભર બ્રાન્ચની માઈનોર કેનાલોમા વહેલી સવારે ૧૦ ફુટ જેટલું ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
કેનાલમાં ગાબડું પડતા પાણી આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં ફરી વળતાં પાકને નુક્સાન થવાની ભીતી સેવાઈ રહી છે. આમ કેનાલોમાં પાણી છોડવામાં આવતા જ ગાબડા પડવાનું શરૂ થતાં સફાઈ કામમાં ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો હોવાનું ખેડૂતોમા ચર્ચાઈ રહ્યું છે. કેનાલોમાં નામપુરતુ સફાઈ કરાઈ હોવાનું ખેડૂતો એ જણાવ્યું હતું.
Advertisement
Advertisement