શ્રાવણ સુદ એકમથી શિવજીના પ્રિય શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શિવભક્તો શિવજીની ભક્તિમાં લીન બની રહ્યા છે. રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ હર, બમ બમ ભોલેના નાદ ગુંજી રહ્યા છે. શિવભક્તો વ્હેલી સવારથી જ શિવજીની પૂજા કરવા નિકળી પડતા હોય શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાદર ડેમ 1ના કાંઠે બિરાજતા ધાંધલેશ્વર મહાદેવનું મંદિર શિવમય બન્યું.
જેની શિવભક્તો લાંબા સમયથી રાહ જોતા હતા તે શિવજીનો પ્રિય પાવનકારી શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શહેરભરના શિવમંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે. એમાં પણ આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવારે હોવાથી શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી.
સૌરાષ્ટ્રના સૌથી મોટા બીજા નંબરના ભાદર ડેમ કાંઠે ટેકરા ઉપર બિરાજતા શ્રી ધાંધલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ પ્રથમ સોમવારે શિવભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટ્યા હતા, શ્રી ધાંધલેશ્વર મહાદેવ મંદિરના મહંત હનુમાનદાસ બાપુ દ્વારા દર્શન કરવા આવેલા ભાવિકોને આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ કાવો પ્રસાદરૂપે આપવામાં આવ્યો.
શ્રી ધાંધલેશ્વર મહાદેવ મંદિર બંને બાજુ ભાદર નદીના વહેણ વચ્ચે કુદરતી અને રમણીય ફરતી બાજુ લીલાછમ વૃક્ષોનો અદભુત અહલાદક વાતાવરણમાં ભાવિકો શિવભક્તિમાં લીન થઈને શ્રી ધાંધલેશ્વર મહાદેવ દાદાને શીશ જુકાવી ધન્યતા અનુભવી,
રિપોર્ટઃ કિશન મોરબીયા, વિરપુર