Tips To Relieve Back Pain: ઘણીવાર લાંબા કલાકો સુધી એક જ જગ્યા પર બેસવાથી પીઠમાં દુ:ખાવો શરૂ થવા લાગે છે. જો કે, પીઠમાં દુ:ખાવાના ઘણા કારણ હોય છે, પરંતુ જ્યારે આ દુ:ખાવો વધી જાય છે ત્યારે તમારા કામ પર અસર પડે છે. મોટાભાગના લોકો કમરમાં દુ:ખાવાને કારણે અનેક દવાઓનું સેવન કરે છે. આમ કરવાથી અમુક સમય સુધી દુ:ખાવો ઓછો થાય છે. પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ પણ થાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા ડાયટ પર ધ્યાન આપવુ જોઈએ. આ માટે તમારે તમારા ડાયટમાં એવી વસ્તુઓને સામેલ કરવી જોઈએ જેનાથી પીઠના દુ:ખાવામાં આરામ મળી શકે. આવો જાણીએ કઈ-કઈ વસ્તુઓનું સેવન કરવાથી પીઠના દુ:ખાવામાં આરામ મળે છે.
પીઠનો દુ:ખાવો થતાં આ વસ્તુઓનુ કરો સેવન
શાકભાજીનું કરો સેવન
જો તમે લાંબા સમયથી પીઠના દુ:ખાવાથી પરેશાન છો તો તમને બ્રોકોલી, કોબીજ, પાલક વગેરે લીલી શાકભાજી તમારા ડાયટમાં સામેલ કરો. જેમાં વિટામિન એ, સી ને કે હોય છે. જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે, લીલા શાકભાજીનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. આ ઉપરાંત તમે ગાજર, બીટને તમારા ડાયટમાં એડ કરી શકો છો.
આ ફળોનું કરો સેવન
ફળ ખાવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે. એવામાં જે લોકો પીઠના દુ:ખાવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેમણે રસવાળા ફળ ખાવા જોઈએ. જેમ કે સફરજન, અનાનસ, ચેરી, દ્રાક્ષ, નારંગી વગેરે.
હળદરવાળુ દૂધ પીવો
દૂધમાં હળદર નાખીને હળદરવાળુ દૂધ પીવુ તમારા આરોગ્ય માટે ગુણકારી હોય છે. હળદરના સેવનથી શરીરમાં સોજા ઘટી જાય છે. જેનાથી પીઠમાં દુ:ખાવામાંથી રાહત મળે છે. હળદરમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેથી જો તમે લાંબા સમય સુધી પીઠના દુ:ખાવાથી પરેશાન છો તો તમે હળદરવાળુ દૂધ પી શકો છો.
નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો.