PM Narendra Modi Meeting: રાજધાની દિલ્હીમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીઓ અને ના.મુખ્યમંત્રીઓની બેઠક થશે. તેના માટે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠક આજે સાંજે સાડાચાર વાગ્યે રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhawan)માં શરૂ થશે.
હકીકતમાં, આ વખતે દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરી રહ્યો છે. આ ઉપલક્ષ્યમાં ભારત સરકાર (GOI) આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં વ્યાપક સ્તર પર રેલીઓ, નુક્કડ નાટક અને ઘણા પ્રકારના કાર્યક્રમ દેશભક્તિનો સંદેશ આપવા માટે થઈ રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત ભારત સરકારે હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Campaign)નું આહ્વાન દેશવાસીયોને કર્યું છે, જે અંતર્ગત દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવે.
જ્યારે, પોતાના તાજેતરના ‘મન કી બાત’ કાર્યક્રમ મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઈલ પિકમાં તિરંગો લગાવીને આ અભિયાનમાં સામેલ થાય.
પીએમ મોદીએ પણ પોતાના ફેસબુક અને ટ્વીટર એકાઉન્ટની પ્રોફાઈલ પિકમાં તિરંગાની તસ્વીર લગાવી છે. તદ્દપરાંત સત્તારૂઢ ભાજપના ઘણા નેતા અને મંત્રીઓએ પણ તેનું અનુસરણ કરતા તિરંગાને પોત-પોતાની પ્રોફાઈલ પિક બનાવી છે. જ્યારે, દેશવાસીઓમાં પણ તેને લઈને ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.