અસુરક્ષિત કાર્યસ્થળના મુદ્દે હજારો મહિલાઓ ઑસ્ટ્રેલિયામાં રસ્તાઓ પર ઉતરી ગઈ છે. આમાં સામેલ ઘણા મહિલા સાંસદોએ આરોપ લગાવ્યો છે કે પુરુષો તેમને રાજા માનીને તેમની સાથે જાતીય દુર્વ્યવહાર કરે છે. તેમના કહેવા મુજબ, કોઈને કોઈ નેતા-અધિકારીએ બળજબરીથી સ્પર્શ કર્યો, તો કોઈએ અપમાન કર્યું. ઘણાએ તો સંસદને સૌથી અસુરક્ષિત કાર્યસ્થળ ગણાવ્યું હતું.
મહિલાઓના જણાવ્યા મુજબ, જ્યારે પણ પુરુષોના વર્તન પર સવાલ ઉઠાવ્યા ત્યારે ચારિત્રિક હનન થયું અને તે મૌન થઈ ગઈ. પરંતુ, તાજેતરમાં, જ્યારે પૂર્વ ધારાસભ્ય કર્મચારી બ્રિટની હિગિન્સે સંરક્ષણ પ્રધાનના કાર્યાલયમાં તેમની સાથે દુષ્કર્મની ઘટના સંભળાવી, ત્યારે હજારો મહિલાઓ રસ્તા પર ઉતરી ગઈ હતી. વડા પ્રધાન સ્કોટ મોરિસને એમ પણ કહેવું પડ્યું કે, ઘર (સંસદ)ની સ્થિતિ સુધારવી પડશે.
‘સંસદ આવીને લાગ્યું 80ના દાયકામાં છું…’
જુલિયા બેંક્સ નામના એક નેતાએ કહ્યું કે, “જ્યારે તેઓ પાંચ વર્ષ પહેલા સંસદમાં પહોંચ્યા, ત્યારે પુરુષોના વર્તનથી લાગ્યું કે તેઓ 80ના દાયકામાં પહોંચી ગયા છે. તેમનું કહેવું છે કે, કાર્યવાહી દરમિયાન જ ઘણા પુરુષ સાંસદોના મોંઢામાંથી દારૂની ગંધ આવતી હતી. ઘણા નેતાઓ મહિલાઓના ખાનગી જીવન વિશે અફવાઓ અને મજાક ઉડાવવામાં વ્યસ્ત રહેતાં હતાં.
ઘણી મુલાકાતોમાં, વર્તમાન અને પૂર્વ સાંસદોએ સંસદને ‘ટેસ્ટોસ્ટેરૉન (પુરુષ યૌન હોર્મોન)નું તહેખાનું’ કરાર આપ્યું, જ્યાં દરેક મંત્રીના રૂમમાં ફ્રિજ દારૂથી ભરેલા હોય છે.’
લાંબા સમયથી દબાયેલો ગુસ્સો ફુટ્યો
લેબર પાર્ટીના નેતા તાન્યા લિબર્સેકનું કહેવું છે કે સંસદ સાથે સંકળાયેલી મહિલાઓમાં લાંબા સમયથી ગુસ્સો ફુટી રહ્યો છે. અન્ય સંસ્થાઓમાં તો, લિંગ સમાનતાએ જોર પકડ્યું છે, પરંતુ સત્તા પ્રતિષ્ઠાનોમાં પુરુષોનું જ વર્ચસ્વ છે. સ્ત્રીઓ પુરુષોનું નામ એટલા માટે નથી લઈ શકતી કારણ કે નોકરી અથવા ન્યાયમાંથી કોઈ એક પસંદ કરવા માટે દબાણ કરવામાં આવે છે.