ઝારખંડમાં ગિરિડીહ નજીક બુધવારે રાત્રે નક્સલવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને રેલ્વે ટ્રેક ઉડાવી દીધો. આ મુદ્દે રેલવેને જાણ થતાની સાથે જ હાવડા-ગયા-દિલ્હી રેલ માર્ગ પર દોડતી ટ્રેનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. સાથે જ અમુક ટ્રેનોનો રૂટ બદલી દેવામાં આવ્યો છે.
Jharkhand | Suspected Naxals blow up a portion of railway tracks on the Howrah-New Delhi line between Chichaki and Chaudharybandh railway stations in Giridih; details awaited pic.twitter.com/9cx7GE14NK
— ANI (@ANI) January 27, 2022
Advertisement
પૂર્વ મધ્ય રેલ્વેના CPRO રાજેશ કુમારમાં જણાવ્યા અનુસાર, પેટ્રોલમેન ગૌરવ રાજ અને રોહિત કુમાર સિંહે ચિચકીના સ્ટેશન માસ્ટરને માહિતી આપી હતી કે, ધનબાદ ડિવિઝન સ્થિત કરમાબાદ-ચિચકી સ્ટેશન વચ્ચે રાત્રે 00.34 વાગ્યે વિસ્ફોટ થયો છે. જેથી આ મુદ્દે જાણ થતાજ તેમણે બધી ટ્રેનો રોકી દીધી હતી. જેથી મોટી જાનહાની થતા ટળી હતી.
રદ કરવામાં આવી ટ્રેન:
– 13305 ધનબાદ – દેહરી ઓન સોને એક્સપ્રેસ 27.01. 2022ના રોજ રદ કરવામાં આવશે
આ ટ્રેનોના બદલાયા રૂટ
1. ટ્રેન નંબર 12307 હાવડા-જોધપુર એક્સપ્રેસ જર્ની પ્રારંભ તારીખ 26.01.2022 પ્રધાનખંટા-ગયા-ડીડીયુના બદલે ઝાઝા-પટના-ડીડીયુ થઈને ચાલશે.
2. 12321 હાવડા-છત્રપતિ શિવાજી ટર્મિનસ એક્સપ્રેસની મુસાફરી શરૂ થવાની તારીખ 26.01.2022 પ્રધાનખંટા-ગયા-ડીડીયુને બદલે ઝાઝા-પટના-ડીડીયુ થઈને ચાલશે.
3. ટ્રેન નંબર 12312 કાલકા-હાવડા એક્સપ્રેસ ગયા-પટના-ઝાઝાને બદલે DDU-ગયા-પ્રધાનખંટા થઈને ચાલશે.
4. ટ્રેન નંબર 12322 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-હાવડા એક્સપ્રેસ પણ ડીડીયૂ-ગયા પ્રધાનખંટા થઈને જશે
5. ટ્રેન નંબર 22824 નવી દિલ્હી-ભૂવનેશ્વર રાજધાની એક્સપ્રેસ ડીડીયૂ-ગયા-પ્રધાનખંટાને બદલે ડીડીયૂ-પટના-ઝાઝા થઈને જશે
6. આનંદવિહાર રાચી ઝારખંડ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પણ કોડરમા-રાજાબેરાને બદલે કોડરમા-હજારીબાગ ટાઉન-બરકાકાન થઈને જશે
7. 12826 આનંદ વિહાર-રાંચી ઝારખંડ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ કોડરમા-રાજાબેરાને બદલે કોડરમા-હઝારીબાગ ટાઉન-બરકાકાના થઈને દોડશે.