મહાન રાજદ્વારી આચાર્ય ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટનો તાજ અપાવ્યો હતો. આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને માત્ર સફળતા જ નથી અપાવતી, પરંતુ તેને અનેક પરેશાનીઓમાંથી પણ બચાવે છે. આ નીતિઓ વ્યક્તિને જણાવે છે કે તેણે તેના જીવનમાં કઈ બાબતોનું પાલન કરવું જોઈએ અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. નહીં તો તેના જીવનમાં ખરાબ સમય આવતાં વધુ સમય લાગતો નથી.
આવા સમયે પોતાના પણ છોડી દે છે સાથ
ચાણક્ય નીતિ કહે છે કે, ભલે પૈસાથી સુખ નથી ખરીદી શકાતું, પરંતુ જીવન માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે વ્યક્તિ પાસે પૈસા ન હોય ત્યારે તેના પોતાના લોકો પણ તેને છોડી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બને છે ત્યારે બધા લોકો તેની સાથે સંબંધ બાંધવા આતુર હોય છે. એટલા માટે પૈસા હોવા ખૂબ જ જરુરી છે.
…પણ પૈસા કમાવવામાં આ ભૂલ ન કરો
આચાર્ય ચાણક્યએ પૈસાના મહત્વની સાથે-સાથે તેને કમાવવાના ઉપાયો વિશે પણ જણાવ્યું છે. ચાણક્ય નીતિ કહે છે કે, ખોટી રીતે કમાયેલા પૈસા કરતાં ઓછા પૈસામાં જીવવું વધુ સારું છે કારણ કે અનૈતિક કામ કરીને કમાયેલા પૈસા વ્યક્તિ સાથે વધુમાં વધુ 10 વર્ષ સુધી રહે છે. આવા પૈસા ક્યારેક ને ક્યારેક જતા રહે છે. તેમજ ખોટા કામો કરીને કમાયેલા પૈસા ઘણી પરેશાનીઓ પણ લાવે છે. તેનાથી વ્યક્તિની છબી પણ ખરાબ થાય છે.