અમરેલી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ (GSEB website) પરથી પરિણામ જાણી શકે છે.
આ વર્ષે પરીક્ષા આપનારા કુલ 86.91 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જેમાં અમરેલી જિલ્લામાં ચલાલાએ 98.68 ટકા સાથે જિલ્લામાં બાજી મારી છે. કુલ 7027 વિદ્યાર્થીઓમાંથી 6966 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા છે.
જિલ્લામાં ગ્રેડ મુજબ વાત કરવામાં આવે તો 23 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. જ્યારે A-2માં 482, B-1માં 1501, B-2માં 1786, C-1માં 1526 અને 623 વિદ્યાર્થીઓ C-2 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. ચલાલા ઉપરાંત જિલ્લામાં જેસીંગપરાનું 98.38 ટકા, જાફરાબાદનું 97.47 ટકા પરિણામ આવ્યું છે.
Advertisement
Advertisement