जन मन INDIA
slider news ભારત

સેના પ્રમુખ બાંગ્લાદેશના 5 દિવસીય પ્રવાસે, રક્ષા સહયોગ અને દ્વિપક્ષીય સંબંધો બનશે મજબૂત

સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પાંચ દિવસ બાંગ્લાદેશના પ્રવાસ પર છે. આ પ્રવાસનો મુખ્ય હેતું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રક્ષા સહયોગ અને મજબૂત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાનો છે.

આ વિષે અતિરિક્ત સાર્વજનિક સૂચના મહાનિર્દેશાલય, સેનાના આઈએચક્યુ (IHQ)ના ટ્વિટર હેન્ડલ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

ટ્વિટ કરીને આ મામલે જણાવવામાં આવ્યું છે કે, સેના પ્રમુખ બાંગ્લાદેશના પાંચ દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ પાછળનો મુખ્ય હેતું બન્ને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો વધારવાનો છે.

આ અગાઉ 4 એપ્રિલે ભારતીય સેનાનું એક પ્રતિનિધિ મંડળ ઢાકામાં સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા ગયું હતું. નોંધનીય છે કે, બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દી અને બાંગ્લાદેશ મુક્તિની સ્વર્ણ જયંતીને લઈ 4થી 12 એપ્રિલ સુધી સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે જેનું નામ ‘શાન્તિર ઓર્ગોસેના 2021’ રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ મુક્તિની સ્વર્ણ જંયતીના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે ગયા હતા અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ બાંગ્લાદેશમાં અનેક જગ્યાએ હિંસાની ઘટનાઓ પણ બની હતી. તો કેટલાક લોકો પીએમ મોદીના આ પ્રવાસને પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેલી ચૂંટણીના સંદર્ભે પણ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશની મુક્તિ પાછળ ભારતનું મહત્વનું યોગદાન છે.

Related posts

એન્ટિલિયા કેસઃ NIAએ સચિન વાજેના નજીકના સહયોગી રિયાઝ કાઝીની કરી ધરપકડ

malay kotecha

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

Leave a Comment