जन मन INDIA
slider news ટેકનોલોજી

શું તમે પણ LinkedIn પર શોધી રહ્યાં છો નોકરી?, તો એક વખત વાંચી લેજો આ સમાચાર, નહીંતર…..

પ્રોફેશનલ્સ અને જોબ સીકર્સ માટે LinkedIn ખૂબ જ લોકપ્રિય સોશિયલ નેટવર્ક છે. કોરોનાના કારણે ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. જેના કારણે લોકો LinkedIn તરફ વળ્યા છે. LinkedIn પર તેઓ નોકરી શોધી રહ્યાં છે. હવે હેકર્સ LinkedIn યુઝર્સને ટારગેટ બનાવી રહ્યા છે.

Gizmodoના એક અહેવાલ અનુસાર, હેકર્સ અભિયાન દ્વારા યુઝર્સને ટારગેટ કરી રહ્યા છે. અહેવાલમાં સાયબર સિક્યોરિટી સોલ્યૂશન્સ પ્રોવાઈડર eSentire હવાલો આપવામાં આવ્યો છે. eSentireએ યુઝર્સને ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, હેકિંગ ગ્રુપ બિઝનેસ પ્રોફેશનલ્સને LinkedIn પર બનાવટી જોબ ઓફર દ્વારા નિશાન બનાવી રહ્યા છે. તેમની ઝપેટમાં આવેલા યુઝર્સના ડિવાઇસમાં Trojan વાયરસ નાખવામાં આવે છે.

Trojan વાયરસથી હેકર્સ યુઝરના ડિવાઇસને એક્સેસ અને કંટ્રોલ કરી છે. આ કારણે તેઓ યુઝરના ડિવાઇસથી કોઈ પણ ફાઈલને સેન્ડ, રિસીવ, લૉન્ચ અથવા ડિલીટ કરી શકે છે. અહેવાલ અનુસાર, આ હેકર્સ Golden Chickens ગ્રુપ સાથે જોડાયેલા છે.

હેકર્સ યુઝર્સને LinkedIn પર ડાયરેક્ટ મેસેજ દ્વારા જોબ ઓફર કરે છે, આ જોબ ઓફર ફેક હોય છે. તેમાં Zip ફાઈલ એટેચ્ડ હોય છે. આ ઝીંપ ફાઈલમાં મેલવેયર હોય છે. જ્યારે યુઝર એટેચ્ડ ફાઇલને ઓપન કરે છે, મેલવેયર તેના ડિવાઇસનો કંટ્રોલ હેકર સુધી પહોંચાડે છે.

આ મેલવેયર ખૂબ ખતરનાક છે. આ કારણોસર તેઓને કોઈ અજાણી લિંક અથવા ફાઇલને ઓપન ન કરવા જણાવ્યું છે. ઘણા લોકો નોકરીની શોધમાં હેકર્સના હાથે ચડી જાય છે. જો તમે પણ LinkedIn પર નોકરી શોધી રહ્યા હોવ તો સૌથી પહેલા તે ધ્યાન રાખો કે તે અસલી છે કે નકલી. જો તમને સેજ પણ શંકા જાય તો ફટાફટ ચેટને ઓફ કરીને યુઝરને બ્લોક કરી દો.

Related posts

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

Leave a Comment