- GUJARAT NEWS, slider news, ગાંધીનગર

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્, છેલ્લા 24 કલાકમાં 396 નવા કેસ, 27ના મોત

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 396 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે 277 કેસ નોંધાયા છે. આ અંગેની જાણકારી રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપી હતી.

આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર 29 દર્દીના મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 829 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 13,669ને પર પહોંચ્યો છે.

આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 289 દર્દીઓ સાજા થયા છે, આમ કુલ 6169 દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીત મેળવી છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જાણકારી આપતાં જણાવ્યું કે રાજ્યમાં હાલ 73 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 178068 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં 13669 પોઝિટિવ આવ્યા છે જ્યારે 164399 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 396 કેસ સામે આવ્યાં છે, જેમાં અમદાવાદમાં 277, સુરતમાં 29, વડોદરામાં 35, ગાંધીનગરમાં 9, મહીસાગર-ખેડા-પાટણ-સુરેન્દ્રનગર-અમરેલીમાં 2-2 આણંદ-તાપીમાં 3, રાજકોટ-મહેસાણામાં 4, અરવલ્લીમાં 5, ગીર-સોમનાથમાં 6, નવસારી-પોરબંદર-મોરબીમાં-1-1, જૂનાગઢમાં 8 કેસ નોંધાયા છે.

0Shares