- સ્પોર્ટસ

ખેલમંત્રીએ કહ્યું, નજીકના ભવિષ્યમાં કોઇ ટૂર્નામેન્ટ શરૂ કરવાની સ્થિતિમાં નહીં

કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઇને ભારતમાં નજીકના ભવિષ્યમાં કોઇપણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની મેજબાની કરશે નહીં અને ચાહકોના વગરના દર્શકોના મેદાનમાં રમાનારી મેચનો આનંદ ઉઠાવવા અંગે શીખવું પડશે.

ખેલ મંત્રી કિરણ રિજિજૂએ આ અંગેનું નિવેદનની સૌથી વધુ અસર ઇંડિયન પ્રિમિયમ લીગ (IPL) પર પડશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા દ્વારા ટી-20 વિશ્વકપ સ્થગિત કરવાની સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ઓક્ટોબર-નવેમ્બરમાં તેના આયોજન અંગે વિચારણા કરી રહ્યું છે.

કિરણ રિજિજૂએ જણાવ્યું કે અમે મેચ શરુ કરવા માટે ઘણા છેલ્લા ઘણા સમયથી તેના પર કામ કરી રહ્યાં છે. જો કે તે અગાઉ અમે પ્રેકટિસ તેમજ પ્રશિક્ષણ અંગે વિચારવું પડશે. અમે ઝડપથી ટૂર્નામેન્ટ શરૂ કરવાની સ્થિતિમાં નથી.

ખેલમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે આપણે એવી સ્થિતિ સાથે રહેવા અંગે શીખવું પડશે કે જ્યાં સ્ટેડિયમમાં દર્શકો વગર મેચ રમાડવામાં આવે. આઇપીએલના 13મી સીઝનને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું કે બીજા કોઇ દેશમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાના નિર્ણય લેવાનો વિશેષઅધિકાર સરકાર પાસે છે.

0Shares