- slider news, રાષ્ટ્રીય સમાચાર

અમ્ફાન વાવાઝોડાએ બંગાળમાં સર્જયો વિનાશ, મમતા સરકારે માંગી સેનાની મદદ

પશ્ચિમ બંગાળની મમતા સરકારે અમ્ફાન વાવાઝોડાંને લઇને રાજ્યમાં જોવા મળેલા કહેર બાદ જનજીવન રાબેતા મુજબ કરવા માટે સેનાની મદદ માગી છે. રાજ્ય સરકારે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે રાહત કાર્યોમાં મદદ માટે સેનાને બોલાવામાં આવી છે.

રાજ્ય સરકારના જણાવ્યાં અનુસાર NDRF અને SDRF ની ટીમ પહેલાથી રાહતકાર્યોમાં તૈનાત છે. રાજ્ય સરકાર સાથે રેલવે, પોર્ટ અને ખાનગી ક્ષેત્ર દ્વારા ઉપકરણોનો પુરવઠો શરુ કરવા અપીલ કરી છે. મમતા સરકારે કહ્યું છે કે પીવાનું પાણી અને ડ્રેનેજ નું ઇન્ફ્રાસ્ટ્રકચર ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવે.

વીજળીનો પુરવઠાની જ્યાં જરૂર છે ત્યાં જનરેટર લગાવામાં આવી રહ્યાં છે. જ્યારે પડી ગયેલા વૃક્ષોને કાપવાનું કામ કરનારા અને કેટલાંક વિભાગો અને એકમની 100 થી વધારે ટુકડીઓ કામ કરી રહી છે.

રાજ્યમાં સૌથી પ્રાથમિકતા તરીકે વીજ પ્રવાહ ચાલુ કરવાનું જણાવાયું છે. પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું છે કે લોકડાઉનના કારણે હાલ કામમાં થોડી મુશ્કેલી પડી રહી છે.

0Shares