- slider news, રાષ્ટ્રીય સમાચાર

કોરોનાઃ આવનારા 10 દિવસમાં 2600 ટ્રેન મારફતે 36 લાખ મુસાફરી કરશેઃ રેલવે વિભાગ

રેલવે મંત્રાલય દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવામાં આવ્યું કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન તેમજ ભવિષ્યમાં ચલાવામાં આવની ટ્રેન અંગે જાણકારી આપવામાં આવી. રેલવે મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું કે દેશમાં અથ્યાર સુધીમાં 2000થી વધારે ટ્રેન ચલાવામાં આવી છે જેમાં 35 લાખ કરતાં વધારે લોકો પોતાના ઘરે પહોંચી ગયા છે. શ્રમિક સ્પેશિય ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રવાસી શ્રમિકોને લઇને અંદાજે 80 ટકા ટ્રેન ઉત્તર પ્રદેશ અને બિહાર ગઇ છે.

રેલવે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આગામી 10 દિવસમાં 2600 ટ્રેન મારફતે 36 લાખ યાત્રીઓને મુસાફરી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. જો દેશમાં સામાન્ય સ્થિતિ જોવા મળશે તો 1લી જૂનથી 200 મેલ એક્સપ્રેસ ટ્રેન ચલાવામાં આવશે.

રેલવે મંત્રાલયે જણાવ્યું કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે જ્યાં સુધી તેની જરૂરિયાત છે. પશ્ચિમ બંગાળને લઇને કહ્યું કે જ્યારે તેઓ તરફથી લીલી ઝંડી બતાવામાં આવશે ત્યારે ત્યાં પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવશે.

0Shares