- slider news, રાષ્ટ્રીય સમાચાર

ઓગસ્ટ પહેલા શરૂ કરવામાં આવી શકે છે આંતરરાષ્ટ્રીય ફલાઇટઃ હરદીપ સિંહ પુરી

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિહં પુરીએ આજે પોતાના ફેસબુક પેજ પર થી લાઇવ કર્યું હતું. આ દરમિયાન હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ઓગસ્ટ મહિના પહેલા અમે આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરી શકીએ છીએ. જો કે ફલાઇટ શરૂ કરતા પહેલા કોરોના વાયરસની પરિસ્થિતિનું આંકલન કરવામાં આવશે. હરદિપ સિંહ પુરીએ કહ્યું આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરવાને લઇને એરપોર્ટ ઑથોરિટી તેમજ એરલાયન્સ કંપનીઓ સૂપંર્ણ રીતે તૈયાર છે.

નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં વંદે ભારત મિશન હેઠળ 25,465 ભારતીયોને પરત લાવવામાં આવ્યાં છે. આ સાથે મે મહિના અંત સુધીમાં આ આંકડો 50 હજારની નજીક પહોંચે તેવી શક્યતા છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખાનગી એરલાયન્સે પણ પ્રસ્તાવ મોકલ્યો હતો, જેનો સરકારે સ્વીકાર કરી લીધો છે. જેને લઇને હવે વંદે ભારત ઓપરેશનમાં ખાનગી એરલાયન્સની ફલાઇટ પણ ઉડવા લાગશે.

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે તમામ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપે છે. આ એક ઘણું સારુ ટ્રેસિંગ ડિવાઇઝ છે. આ સાથે વંદે ભારત ફલાઇટની સંખ્યામાં વધારો થશે.

નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે દેશમાં 25 મેથી સ્થાનિક ફલાઇટ શરૂ કરવામાં આવી રહી છે. એરલાઇન કંપનીઓ દ્વારા ટિકિટ બુકિંગ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. બુકિંગના પહેલા દિવસે ઘણી બધી ટિકિટ બુક કરવામાં આવી.

0Shares