- GUJARAT NEWS, નર્મદા

‘હું પણ કોરોના વોરિયર્સ’ અભિયાનમાં જોડાવવા નર્મદા જિલ્લા કલેક્ટરની જનતાને અપીલ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારા હું પણ કોરોના વોરિયર્સ નામક જનજાગૃતિ અભિયાન લોન્ચ કર્યું છે. જે 21મેથી 27મે સુધી ચાલશે. આ જન જાગૃતિ અભિયાન અંતર્ગત સોશિયલ મીડિયા ઉપર હું પણ કોરોના વોરિયર્સ પોસ્ટ સંદેશા ફેલાવવાનો અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટરે જિલ્લાના સૌ નાગરિકોને આ જનજાગૃતિ અભિયાનમાં જોડવા અનુરોધ કર્યો છે.

તેમણે જણાવ્યું કે, 21મી થી આગમી 27 મે સુધી ચાલનારા અભિયાનમાં 22મી મે એ જિલ્લાના બાળકો અને યુવા વર્ગ પોતાના દાદા-દાદી, નાના-નાની સાથે સેલ્ફી ફોટો લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કરે, જ્યારે 24મીમે જિલ્લાના તમામ નાગરિકો પોતાના માસ્ક સાથેનો એક ફોટો મોબાઈલમાં પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરે અને 26મી મે જિલ્લાના તમામ નાગરિકો પોતાના મોબાઈલ ફોનમાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી. હું પણ કોરોના વોરિયર્સ અભિયાનમાં આ ત્રણ અભિયાન મુખ્યત્વે છે.

નર્મદા જિલ્લામાં પણ તમામ નાગરિકો, સંસ્થાઓ, મહિલા મંડળ, યુવક મંડળ, બાળકો, યુવા વર્ગ, વકીલો, તબીબો, વેપારીઓ, કર્મચારીઓ, કામદારો, સૌ ભાગ લે અને અભિયાનને સફળ બનાવવા કલેકટરે અનુરોધ કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળો જિલ્લાના દરેક ગામો સુધી પહોંચાડવામાં આવશે અને આયુર્વેદિક ઉકાળો વધુમાં વધુ લોકોને પીવા અનુરોધ કર્યો હતો.

0Shares