- નર્મદા

ભર ઉનાળે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, 10,776 ક્યૂસેક પાણીની થઈ આવક

રાજપીપળાઃ કોરોના વાયરસને કારણે ચાલતા ચોથા તબક્કાના લોકડાઉન વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની સપાટી 121.28 મીટરે પહોંચી છે. ઉનાળામાં આ સમયગાળા દરમિયાન આ સૌથી ઉંચી સપાટી છે. મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાર્જ પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. જેથી ડેમમાં 10776 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.

પહેલીવાર ઉનાળામાં ડેમની જળ સપાટી 121.28 મીટર નોંધાઈ

નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેથી રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવામાટે પાણી પહોંચાડવામાં બંધ સક્ષમ બન્યો છે. ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં પાણીની માંગ વધતા સૌની યોજના થકી ગુજરાત સરકાર દ્વારા નર્મદા બંધની મુખ્ય કેનાલમાં 5 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે. આ વખતે ઉનાળુ પાક માટે ખેડૂતોને પાણીની મુશ્કેલી નહીં પડે.

મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાર્જ પાણી સરદાર સરોવરમાં આવી રહ્યું છે, જેથી ડેમમાં 10776 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે.

હાલ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે આ બાબતે તંત્ર એ જણાવ્યું કે, ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. નર્મદા બંધમાં 138.68 મીટર સુધી પાણી ભરાશે જેથી આ વર્ષે પાણીની તંગી નહીં પડે.

0Shares