- slider news, Trending News, મનોરંજન

27 વર્ષના કોમેડી એક્ટર મોહિત બધેલનું નિધન, મથુરામાં લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડના યુવા કોમેડી એક્ટર મોહિત બધેલે દૂનિયાને અલવિદા કહી દીધી છે. મોહિત 27 વર્ષનો હતો અને કેન્સરગ્રસ્ત હતો. તેણે તેના વતન મથુરામાં અંતિમ શ્વાસ લીધા. ગઈરાત્રે મોહિતની તબિયત લથડતી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

સલમાન ખાન સાથે કર્યું હતું કામ

સલમાન ખાનની ફિલ્મ રેડીમાં અમર ચૌધરીની ભૂમિકામાં મોહિત બાધેલ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે સલમાન સાથે ફિલ્મ જય હો માં પણ કામ કર્યું હતું. થોડા સમય પહેલા જ મોહિતે સૈફ અલી ખાન અને રાની મુખર્જીની આગામી ફિલ્મ બંટી ઓર બબલી 2નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

મોહિતની મિત્ર અને અભિનેત્રી વિવિધા કિર્તીએ તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. વિવિધાએ કહ્યું કે, ‘મોહિત લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યો હતો અને હવે તે બધાને છોડીને ચાલ્યો ગયો છે. તે ઇન્ડસ્ટ્રીમાં મારો શ્રેષ્ઠ મિત્ર હતો.

Cજણાવી દઈએ કે મોહિતે 12 વર્ષ પહેલા એન્ટરટેમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં બાળ કોમેડી કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. તે પહેલા કલર્સના ટીવી શો છોટે મિયાંમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે સોની ટીવીના પેશ્વા બાજીરાવમાં પણ કામ કર્યું છે.

0Shares