- GUJARAT NEWS, slider news, અમદાવાદ

કોરોનાનો કહેરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 363 નવા કેસ, 29ના મોત

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 363 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે 275 કેસ નોંધાયા છે. આ અંગેની જાણકારી રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપી હતી.

આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર 29 દર્દીના મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 802 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 13,273ને પર પહોંચ્યો છે.

આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓ સાજા થયા છે, આમ કુલ 5880 દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીત મેળવી છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જાણકારી આપતાં જણાવ્યું કે રાજ્યમાં હાલ 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 172562 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં 13273 પોઝિટિવ આવ્યા છે જ્યારે 159289 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 363 કેસ સામે આવ્યાં છે, જેમાં અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઢામાં 11, સુરેન્દ્રનગરમં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગર-ખેડા-કચ્છ-જૂનાગઢમાં 3-3, આણંદ-મહેસાણામાં 2-2, રાજકોટ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

0Shares