- GUJARAT NEWS, slider news, અમદાવાદ

કોરોના કહેર વચ્ચે રાજ્યના 9 જિલ્લાઓમાં તીડ ત્રાટક્યાં, ખેડૂતોમાં ચિતા પ્રસરી

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં એકવાર ફરી તીડનું આક્રમણ જોવા મળ્યું છે. આમ રાજ્યમાં કોરોના કહેર વચ્ચે 9 જિલ્લામાં તીડ ત્રાટક્યા છે. રાજસ્થાન તરફથી આવેલું મોટું ઝુંડ રાજ્યમાં સ્થિર થતા રાજ્ય સરકાર પણ સતર્ક જોવા મળી રહી છે.

રકારના કૃષિ નિયામકના જણાવ્યાં અનુસાર રાજ્યના 9 જિલ્લાઓમાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે. રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબીમાં તીડનું ઝુંડ જોવા મળ્યું છે. આ દરમિયાન રાજસ્થાનમાં પૂર્વ તરફ ફંટાતા સરકાર સક્રિય જોવા મળી છે.

ગુજરાતના કૃષિ નિયામકે જણાવ્યું છે કે તીડના ટોળા રાજ્યના 9 જિલ્લામાં જોવા મળ્યાં છે. રાજસ્થાનના અજમેર, જોધપુર અને નાગોર જિલ્લામાં હાલસ્થિર છે. ગુજરાત સરકાર હાલ રાજસ્થાનના પ્રશાસન સાથે તીડને લઇને સતત સંપર્કમાં છે. જો કે તીડના ટોળે-ટોળા જોવા મળતાં રાજ્યના ખેડૂતોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.

0Shares