- slider news, રાષ્ટ્રીય સમાચાર

લોકડાઉનના કારણે દેશમાં હજારો લોકોના જીવ બચી ગયાઃ કેન્દ્ર સરકાર

કોરના વાયરસની મહામારી વચ્ચે દેશમાં લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું કે જો સમયસર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં ન આવ્યું હોત તો સ્થિતિ વધુ ભયંકર જોવા મળી હોત. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં નીતિ આયોગના સભ્ય તેમજ સમૂહ-1ના ચેરમેન વીકે પોલે આ અંગેની જાણકારી આપી હતી.

વીકે પોલે કહ્યું કે અલગ-અલગ અધ્યયન દ્વારા સામે આવ્યું છે કે જો દેશમાં લોકડાઉન લગાવામાં ન આવ્યું હોત તો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધારે જોવા મળી હોત. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના કારણે દેશમાં ઘણા બધા જીવ બચાવામાં સફળતા મળી.

વીકે પૉલ ના જણાવ્યાં મુજબ લૉકડાઉ જો લાગુ કરવામાં ન આવ્યું હોત, તો દેશમાં પોઝિટિવ કેસોની સંખ્યા 29 લાખ સુધી પહોંચી જોવા મળત. જ્યારે 37 થી 38 હજાર લોકોના મોત થઇ જાત.

આરોગ્ય મંત્રાલયે દ્વારા છેલ્લા 24 કલાકમાં 3,234 દર્દીઓ ઠીક થઇ ગયા છે. અત્યાર સુધીમાં 48,534 દર્દીઓ ઠીક થઇ ગયા છે અથવા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જે 41 ટકાની આસપાસ છે.

0Shares