- GUJARAT NEWS, પંચમહાલ

ગોધરાઃ પાણી મામલે ‘સબ સલામત હૈ’ ના દાવા પોકળ, છારીયા ગામે વિકટ પરિસ્થિતિ

પંચમહાલ જીલ્લામાં હવે ઉનાળાની શરુઆત થઈ ગઇ છે. આકાશમાંથી ધોમધખતી ગરમી સાથે જાણે અગનગોળા પણ છોડાઇ રહ્યા હોય તેવો અનૂભવ થઈ રહ્યો છે. ત્યારે ગોધરા તાલૂકાના ગ્રામીણ વિસ્તારમાં પણ ઉનાળાની સાથે પાણીની સમસ્યા ઊભી થવા પામી છે. ગોધરા તાલૂકાના છારીયા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવામા આવેલી પાણીની ટાંકી શોભાના ગાઠીયા સમાન બની ગઇ છે.

પંચમહાલ જીલ્લામાં હાલ લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. કોરોનાના કહેર વચ્ચે પંચમહાલના ગ્રામિણ વિસ્તારોમા પાણીની કિલ્લત ઉભી થાય છે. દર વર્ષે ઉનાળો આવતા પીવાના પાણીની બુમો પડતી હોય છે.

એક બાજૂ તંત્ર પાણીની સવલત હે મામલે “સબ સલામત હે” ના દાવા કરતુ હોય છે. પણ વાસ્તવિક પરીસ્થીતિ જુદી જ હોય છે. જિલ્લાના ગોધરા તાલુકા ના પૂર્વ પટ્ટી વિસ્તારમા છારીઆ ગામ આવેલૂ છે. અહિના ગ્રામિણ લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલા છે. આ છારીયા ગામમા વર્ષ ૨૦૦૯-૧૦ માં સુજલામ સુફલામ્ યોજના હેઠળ લાખો રૂપિયાનોખર્ચ કરી પાણી સંગ્રહની ટાંકી બનાવવામાં આવી હતી.

એક દાયકા જેટલા સમય બાદ પાણીની ટાંકી શોભાના ગાંઠીયા સમાન બની છે. એક બાજુ ઉનાળામાં પાણીનુ સંકટ ઉભુ થાય છે,ખરેખર લાખો રુપિયાનુ આંઘણ પાણી પહોચડાવા કર્યા બાદ ગામમા ઘર ઘર સુધી પાણી ન પહોચતુ નથી જે તંત્ર માટે શરમની વાત છે. ત્યારે તંત્ર આ બાબતે પાણીની ટાંકીની મરામત કરવા ક્યારે પાણી બતાવશે તે જોવૂ રહ્યુ.

0Shares