- GUJARAT NEWS, slider news, અમદાવાદ

હાઇકોર્ટની રાજ્ય સરકારને ટકોરઃ કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળવી જોઇએ

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણના મુદ્દે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં અપાઇ રહેલી સારવાર સામે સવાલો ઉઠાવામાં આવ્યાં હતા.

જેને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ. સારવાર દરમિયાન દર્દીઓને તેમની સારવાર પશુઓ જેવી થાય છે તેવું લાગવું ન જોઇએ. જો કે કોર્ટની આ ટકોરની સામે રાજ્ય સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવાના પૂરતા પ્રયાસ કરવાની ખાતરી આપી છે.

ગુજરાત હાઇકોર્ટમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાના દાવાને લઇને કરવામાં આવેલી જાહેર હિતની અજી અંગે સુનાવણી કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવેલી આ સુનાવણીમાં સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું કે દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે એમની સારવાર પશુઓની જેમ થાય છે.

હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરતહિતની અરજીમાં તંત્ર પર આક્ષેપ લગાવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલમાં દર્દીઓને જમવાનું યોગ્ય મળી રહ્યું નથી. આ સાથે હોસ્પિટલમાં સ્વસ્છતાનો પણ અભાવ જોવા મળતો હોય છે.

ડોકટરોને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, તબીબોને પડી રહેલી મુશ્કેલી તેમજ દર્દીઓને હલકું મળી રહેલા જમવાને લઇને જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

0Shares