- GUJARAT NEWS, નર્મદા

રાજપીપળાના આ ગામમાં બે કેસ પોઝિટવ આવતાં તંત્ર આવ્યું હરકતમાં

ગત ગુરુવારે 21મી ના રોજ રાજપીપળા અને નાંદોદ તાલુકાના મયાસી ગામમાં બે પોઝીટીવ આવતા બંને ગામ અને વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યા. ત્યાર બાદ આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર આરોગ્યલક્ષી સર્વે કરવાની અને સેમ્પલો લેવાની કામગીરી શરૂ કરી.

જેમાં મયાસી ગામની આજે સવારે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે. કે.પટેલે આજે ખાસ મુલાકાત લીધી હતી. આ સાથે ડો. કે. કે.પટેલે જણાવ્યું હતું કે આ ગામ છેવાડાના અંતરિયાળ ગામ છે, જેમાં 55 થી 60 ઘરો છે.

તેથી ગામમાં કોરોનાનો ચેપ ન લાગે તે માટે આરોગ્યની ટીમ મૂકી દેવાઇ છે. ગામના વોર્ડ નંબર 6 ના પોઝિટિવ કેસના રહેણાંક વિસ્તાર બહુચરાજી માતા મંદિરના ની સીલ કરી દેવાયો છે. આ વિસ્તારમાંથી અંદર કે બહાર કોઇ ને જવા આવવા દેવામાં આવતા નથી.

રાજપીપળામાં આરોગ્ય વિભાગની બહેનો રાજપીપળામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓનાના સંક્રમણથી બચવા હેલ્મેટ ટાઈપ ખાસ પ્રકારના માસ્ક પહેરીને બહુચરાજીના ખાંચામાં ખાસ ડોર ટુ ડોર સર્વે શરૂ કરી રહ્યા છે.

ખાંસી, શરદી, ગળાની તકલીફ જણાય તેવા લોકોના સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરાઇ હોવાનું જણાવ્યું છે.

0Shares