- slider news, રાષ્ટ્રીય સમાચાર

વિપક્ષી દળોની બેઠકમાં સોનિયાએ કહ્યું, કોરોના સામેની જંગમાં સરકાર બધા મોરચા પર નિષ્ફળ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં શુક્રવારે વિપક્ષી દળોની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ. આ બેઠકમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પ્રવાસી શ્રમિકોની સ્થિતિ અને હાલના સંકટથી નિપટવા માટે સરકાર તરફથી ઉઠાવેલા પગલા અને આર્થિક પેકેજ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

આ બેઠકના પ્રારંભમાં વિપક્ષી દળના નેતાઓ દ્વારા બંગાળ અને ઓડિશામાં આવેલા અમ્ફાન વાવાઝોડથી પીડિત લોકો પ્રતિ દુઃખ વ્યક્ત કર્યું હતું.

કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો તે પહેલાથી દેશની અર્થવ્યવસ્થા સંકટમાં હતી. નોટબંધી અને જીએસટી તેના પ્રમુખ કારણ હતા. આર્થિકમાં ઘટાડાની શરૂઆત 2017-18થી થઇ ગઇ હતી.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જેમ કે આપણે જાણીએ છે કે 11 માર્ચના રોજ કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરી. બધી વિપક્ષ પાર્ટીઓ એ સરકારને સહયોગ આપવાની જાહેરાત કરી હતી. જો કે કોરાના સામેની લડાઇમાં પ્રધાનમંત્રીએ પહેલા જ કહ્યું હતું કે આપણે 21 દિવસમાં લડાઇ જીતી લેશું, પરંતુ ખોટું પડ્યું.

સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર લોકડાઉના માપદંડોને લઇને પણ નિશ્ચિત રહી નથી અને ન સરકારની પાસે તેને પુરુ કરવાની કોઇ યોજના છે. કોરોના ટેસ્ટ તેમજ ટેસ્ટ કિટના આયાતના મોરચા પર સરકાર નિષ્ફળ રહી છે.

0Shares