- GUJARAT NEWS, કચ્છ

કચ્છઃ માધાપર પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવાનોના મોત, 1 ઈજાગ્રસ્ત

કચ્છઃ આજે સવારે માધાપર પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવાનોના મોત નીપજ્યા છે.

મળતી માહિતી અનુસાર, નખત્રાણા તાલુકાના માધાપર પાસે ટ્રક અને બોલેરોનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર સિમેન્સ ગામેશા નામક રિન્યુએબલ એનર્જી કંપનીના મૂળ તામિલનાડુના મની કેદન (ઉ.વ.24) અને મની વનન (ઉ.વ.21) નામના બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા.

જ્યારે રાજેશ નરશી મહેશ્વરી નામના માંડવીના મઉ ગામના 35 વર્ષીય વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ નખત્રાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

0Shares