- Trending News, લાઈફ સ્ટાઈલ

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ગુલાબની ચા, વજન ઘટાડવાની સાથે જ વધારે છે રોગપ્રતિકારક શક્તિ

ગુલાબનું ફૂલ આરોગ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ મીઠાઈઓને શણગારવા, ગુલકંદ સહિતની વસ્તુઓમાં થાય છે. કોસ્મેટિક પ્રોડ્કટોના ઉત્પાદનોમાં પણ ગુલાબનો ઉપયોગ થાય છે. વજન ઘટાડવા માટે લોકો સામાન્ય રીતે ગુલાબની ચાનો પોતાના ડાયટ પ્લાનમાં સમાવેશ કરે છે.

શરીરને રોગોથી રાખે છે દૂર

ગુલાબની ચા પીવાથી શરીર સ્વસ્થ રહે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે અને આપણા શરીરને રોગોથી દૂર રાખે છે. સ્વસ્થ રહેવા માટે તમારા ડાયટ પ્લાનમાં ગુલાબની ચા રાખવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઈમ્યૂનિટીમાં કરે છે વધારો

ગુલાબની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી બને છે. તેમાં વિટામિન સી હોય છે જે ઈમ્યૂનિટીને મજબૂત બનાવવાનું કામ કરે છે.

ટોક્સિનને જમા થવા દેતી નથી ગુલાબની ચા

વજન વધવાનું મુખ્ય કારણ છે શરીરમાં ટોક્સિનનું જમા થવું. ગુલાબની ચાના સેવનથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે છે. ટોક્સિન બહાર નીકળવાના કારણે વજન વધતું નથી. આ સાથે ગુલાબની ચા શરીરને ડિટોક્સ કરવાનું કામ પણ કરે છે.

પાચન શક્તિમાં વધારો

ગુલાબની ચા પીવાથી પાચન શક્તિમાં પણ વધારો થાય છે. સ્વસ્થ રહેવા માટે પાચન શક્તિ મજબૂત હોવી જરૂરી છે.

ગુલાબની ચા બનાવવાની રીત

સૌ પ્રથમ ગુલાબની પાંદળીઓને પાણીથી સારી રીતે ધોઈ લો.

આ પછી વાસણમાં ત્રણ કપ પાણી અને ગુલાબની પાંદડીઓ મૂકો.

હવે તેને 5 મિનિટ ઉકાળો.

5 મિનિટ ઉકાળ્યા પછી તેમાં સ્વાદ અનુસાર ખાંડ નાંખો અને એક કપમાં કાઢી લો

તમે તેમાં આદુ અથવા તજનો ઉપયોગ પણ કરી શકો છો.

0Shares