- slider news, રાષ્ટ્રીય સમાચાર

‘અમ્ફાન’ વાવાઝોડાનો કહેર, PM મોદીની રૂ.1,000 કરોડની મદદની જાહેરાત

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન અમ્ફાનને કારણે ભારે તબાહી મચી છે. છેલ્લા 283 વર્ષોમાં અહીંનું આ સૌથી ભયંકર વાવાઝોડું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. સર્વેક્ષણ કર્યા પછી પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ માટે 1000 કરોડ રૂપિયાની પ્રારંભિક સહાયની જાહેરાત કરી છે, આ ઉપરાંત, ટૂંક સમયમાં કેન્દ્રની એક ટીમ રાજ્યમાં આવશે અને વિગતવાર સર્વે કરશે.

હવાઈ ​​સર્વે બાદ પીએમ મોદીએ કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેએ આ વાવાઝોડાની તૈયારી કરી લીધી હતી, પરંતુ તેમ છતાં અમે 80 લોકોના જીવ બચાવવામાં અસફળ રહ્યા છીએ. આ વાવાઝોડાને લીધે સંપત્તિને ઘણું નુકસાન થયું છે, જેમાં મકાનો ધરાશાયી થઈ ગયા છે અને માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1000 કરોડ રૂપિયાના આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સિવાય મૃતકોના પરિવારને વળતર આપવાની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

0Shares