- slider news, Trending News, ઈકોનોમી

EMI અંગે RBIનો મોટો નિર્ણય, રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ કરી. તેમાં રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે રેપો રેટ 4.40 ટકાથી ઘટીને 4 ટકા થઈ જશે. જોકે, રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પ્રેસ કોન્ફરન્સમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, એમપીસીએ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે રેપો રેટ ઘટાડીને 4 ટકા કરાયો છે. આની અસર તમારી EMI પર પડી શકે છે. તમારી ઇએમઆઈ ઓછી થઈ શકે છે.

રેપો રેટ શું છે?

રેપો રેટ એ દર છે કે, જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે. બેંક આ લોન ગ્રાહકોને આપે છે. રેપો રેટ ઓછો થવાનો અર્થ એ છે કે બેંકમાંથી મળતી ઘણા પ્રકારની લોન સસ્તી થઈ જશે, જેમ કે હોમ લોન, કાર લોન વગેરે. હવે રેપો રેટ ઘટાડીને 4 ટકા કરાયો છે. આની મદદથી તમે સસ્તા દરે લોન મેળવી શકો છો.

ઔદ્યોગિક ઉત્પાદન અટક્યું

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે કહ્યું હતું કે કોરોના સંકટ અને લોકડાઉનને કારણે ઔદ્યોગિક ઉત્પાદન 6 મોટા રાજ્યોમાં સ્થિર થઈ ગયું છે. માર્ચમાં સિમેન્ટનું ઉત્પાદન 19 ટકા ઘટ્યું હતું. દેશમાં રોકાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અર્થ વ્યવસ્થામાં મોટુ નુકસાન થયું છે.

0Shares