- slider news, Trending News, મનોરંજન

VIDEO: નેટફ્લિક્સ પર આવશે અનુરાગ કશ્યપની નવી ફિલ્મ, સામે આવ્યું ટ્રેલર

એમેઝોન પછી નેટફ્લિક્સમાંને પણ ખૂબ સારુ કન્ટેન્ટ મળ્યું છે. લાંબા સમયથી તેની ફિલ્મો અને વેબ સિરીઝની નિષ્ફળતા પછી હવે નેટ’ફ્લિક્સ એક નવી અને ફ્રેશ વાર્તા લઈને આવ્યું છે. નેટફ્લિક્સ પર ટૂંક સમયમાં Choked: પૈસા બોલતા હૈ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મને નિર્દેશક અનુરાગ કશ્યપે બનાવી છે.

રહસ્યથી ભરેલી છે અનુરાગની નવી ફિલ્મ

આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે એકદમ રસપ્રદ છે. ફિલ્મની વાર્તા સરિતા નામની ગરીબ મહિલા પર આધારિત છે. સરિતા બેંકમાં નોકરી કરે છે અને નાના મકાનમાં પતિ-બાળક સાથે રહે છે. અચાનક તેના ઘરમાંથી રૂપિયના બંડલ નિકળવા લાગે છે, જેનાથી તે ખૂબ મજા કરે છે. પરંતુ આ આનંદના દિવસોનો અંતના પણ જલ્દી આવે છે.

આ ફિલ્મમાં કાળા નાણાને કેન્દ્રમાં રાખીને ડિમોનેટાઇઝેશન અને સામાન્ય મહિલાના જીવન પરની તેની અસરની વાર્તા બતાવવામાં આવી છે. તે જ સમયે આ રહસ્ય પરથી પણ પળદો ઉઠશે કે આ પૈસા ક્યાંથી આવ્યા અને હવે સરિતાનું શું થશે.

આ ફિલ્મમાં અભિનેત્રી સૈયામી ખેર મુખ્ય ભૂમિકામાં છે. આ અનુરાગ કશ્યપનો નેટફ્લિક્સ સાથેનો ચોથો પ્રોજેક્ટ છે. આ પહેલા અનુરાગે શોર્ટ ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ, ઘોસ્ટ સ્ટોરીઝ અને વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ આપી છે.

0Shares