- Trending News, ટેક્નોલૉજી

વિવાદોના કારણે TikTokનું નુકસાન, Google Play પર એપનું રિટિંગ 4.5થી ઘટીને 1.2 થયું

છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં ઘેરાયેલા TikTok Appની રેટિંગ્સ સતત ઘટી રહી છે. હમણાં જ મંગળવારે, અમે કહ્યું હતું કે TikTokનું રેટિંગ 4.5થી ઘટીને 2 થયું છે. હવે એક દિવસની અંદર આ રેટિંગ 1ની આસપાસ પહોંચી ગયું છે. જો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને રેટિંગ જુઓ, તો દૃશ્ય આશ્ચર્યજનક છે.

ગઈકાલ સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશન્સને પછાડવાની શક્તિ ધરાવતી હતી આ એપ, હવે અચાનક યુઝર્સ તેને પ્લે સ્ટોર પર ખરાબ પ્રતિસાદ આપી રહ્યા છે. તેની પાછળનું કારણ છે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ફૈઝલ સિદ્દીકીનો ટીકટાલક વીડિયો, જેમાં તેના પર ગંભીર ગુના જેવા ‘એસિડ એટેક’ ગ્લેમરાઇઝ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

જોકે, મામલા ગંભીર થતાં ફૈઝલ સિદ્દીકીએ તેના TikTok એકાઉન્ટમાંથી વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો. પરિણામે, TikTok માત્ર તેનું એકાઉન્ટ જ સસ્પેન્ડ કરી દીધુ છે.

જોકે, ફૈઝલથી સૌથી મોટું નુકસાન TikTok Appને થયું છે, જેને ચાહકો તરફથી સતત નેગેટિવ રિવ્યૂ મળી રહ્યાં છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. આ બધા કારણોને લીધે હવે આ એપ્લિકેશનનું રેટિંગ હવે 4.5થી 1 પર પહોંચી ગયું છે.

TikTokને અત્યાર સુધીમાં ગૂગલ પ્લે સ્ટોર પર 26 મિલિયન લોકોએ રેટિંગ કર્યું છે, સૌથી વધુ લોકોએ આ એપ્લિકેશનને ફક્ત 1નું રેટિંગ આપ્યું છે.

શું હતું ફૈઝલ ​​સિદ્દીકીના TikTok વીડિયોમાં?

ફૈઝલ ​​સિદ્દીકીના આ વીડિયોમાં એક છોકરી પર પાણી ફેંકતો નજરે પડે છે, વીડિયોમાં પાણી ફેંકી દેતાંની સાથે જ તે યુવતી જુદા જુદા મેક-અપમાં જોવા મળી રહી છે, જે એસિડ એટેક પછીના નિશાન તરફ દોરી રહી છે. આ પછી લોકોએ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો અને એસિડ એટેક જેવા ગંભીર ગુનાને પ્રોત્સાહન આપવાના આરોપમાં TikTok એપ પર પ્રતિબંધ મૂકવાની માંગ શરૂ કરી.

YOUTUBE VS TIK-TOKના યુદ્ધને કારણે પણ નિશાન પર છે

જોકે, આ સિવાયનું બીજું કારણ TikTok છેલ્લા કેટલાક સમયથી ટીકાઓનું કારણ બની રહ્યું છે તે છે YOUTUBE VS TIK-TOKનો મુદ્દો. હકીકતમાં અન્ય પ્રખ્યાત TikTok નિર્માતાએ તેની ટિકટોક વીડિયોમાં કહ્યું હતું કેTikTokનું કન્ટેન્ટ યુટ્યુબ વીડિયો કરતા વધુ સારુ અને મનોરંજક છે.

ત્યારબાદથી યુ ટ્યુબર્સ દ્વારા ચારે બાજુથી તેની ટીકા થઈ હતી. પરંતુ આ મુદ્દો ત્યારે પડ્યો જ્યારે પ્રખ્યાત યુ ટ્યુબર કેરી મિનાટીએ તેના રોસ્ટ વીડિયામાં બધા TikTokersને આડે હાથે લીધા અને તેમને જોરદાર રોસ્ટ કર્યું. જોકે, આ મામલે કેરી મિનાટીને ચારે બાજુથી સમર્થન મળી રહ્યું છે.

0Shares