- slider news, Trending News, સ્પોર્ટસ

ઓક્ટોબર-નવેમ્બરમાં થઈ શકે છે IPLનું આયોજન, BCCIના સીઈઓનું મોટું નિવેદન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના(BCCI) ચીફ એક્ઝિક્યુટિવ રાહુલ જોહરીએ કહ્યું કે, ક્રિકેટ પ્રવૃત્તિઓ ચોમાસા પછી જ શરૂ થશે, પરંતુ તેઓ આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના આયોજનને લઈને ‘આશાવાદી’ છે. જોહરીએ પુનરોચ્ચાર કર્યો કે ખેલાડીઓની સલામતી સર્વોચ્ચ છે અને કોવિડ-19 મહામારીને કારણે અભૂતપૂર્વ સુરક્ષા સંકટની વચ્ચે આ નિર્ણય વ્યક્તિગત ખેલાડીઓ પર છોડી દેવો જોઈએ કે તેમના માટે સર્વશ્રેષ્ઠ શું છે.

ક્રિકેટની પ્રવૃત્તિ ક્યારે શરૂ થશે ..?

બુધવારે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી મીડિયા દ્વારા આયોજીત વેબિનાર દરમિયાન જોહરીએ કહ્યું હતું કે, “દરેક વ્યક્તિને પોતાની સલામતી અંગે નિર્ણય લેવાનો અધિકાર છે અને તેનું સન્માન થવું જોઈએ.” તેમણે કહ્યું, “ભારત સરકાર આ સમગ્ર મામલામાં અમારું માર્ગદર્શન કરશે, અમે સરકારી માર્ગદર્શિકાનું પાલન કરીશું. વ્યવહારિક રીતે ચોમાસા પછી જ ક્રિકેટની પ્રવૃત્તિઓ શરૂ શઈ શકશે.”

ભારતમાં ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. એવી અટકળો છે કે ‘ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી -20 વર્લ્ડ કપને મોકૂફ રાખવામાં આવે છે તો ઓક્ટોબર-નવેમ્બરમાં આઇપીએલ યોજાઈ શકે છે. જોહરીએ કહ્યું, ‘અમને આશા છે કે વસ્તુઓમાં સુધાર થશે અને વધુ વિકલ્પો હશે, જે આપણા નિયંત્રણમાં રહેશે અને અમે તે પ્રમાણે નિર્ણય લઈશું.’

તેમણે કહ્યું, ‘આઈપીએલની મજા એ છે કે દુનિયાભરના શ્રેષ્ઠ ખેલાડીઓ અહીં આવીને રમે છે અને આ દરેક આ મહત્વને જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. જોહરીએ કહ્યું, ‘આપણે સરકારની સલાહ શું છે તે પણ જોવું પડશે.

0Shares