- slider news, ધર્મ

શનિ જ્યંતિ 2020: રાશિ અનુસાર કરો આ સરળ ઉપાય, અશુભ પ્રભાવોમાંથી મળશે મુક્તિ

જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જ્યંતી મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર આ દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. આ વખતે શુક્રવારે 22મે શનિ જ્યંતી મનાવવામાં આવશે. આ દિવસે શનિ દેવની પૂજા કરવાથી શનિના અશુભ પ્રભાવોથી બચી શકાય છે.

એવું માનવામાં આવે છે કે શનિના ખરાબ પ્રભાવોના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને રાશિઅનુસાર શનિના કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી શનિના અશુભ પ્રભાવોથી બચી શકાય છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને દશરથ કૃત નીલ શનિ સ્ત્રોતનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે. આ પાઠ કરવાથી તમારા પર શનિનો ખરાબ પ્રભાવ નથી પડતો.

વૃષ રાશિ

વૃષ રાશિના જાતકોને શનિના મંત્રોનો જાપ કરવો જોઈએ. મંત્રનો જાપ કરવાથી શનિ દેવનો અશુભ પ્રભાવ દૂર થવા લાગે છે.

મિથુન રાશિ

જો સંભવ હોય તો મિથુન રાશિના જાતકોને શનિવારે અને શનિ પ્રદોષ વ્રત કરવું જોઈએ. વ્રત કરવાથી શનિના અશુભ પ્રભાવોથી બચી શકાય છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને શનિ દેવના અશુભ પ્રભાવોથી બચવા માટે શનિવારના દિવસે સરસોના તેલનું દાન કરવું જોઈએ. આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમદ લોકોની સહાયતા કરવી જોઈએ.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને શનિ દેવના અશુભ પ્રભાવોથી બચવા માટે શનિવારના દિવસે અળદનું દાન કરવું જોઈએ. પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

કન્યા રાશિ

જો સંભવ હોય તો કન્યા રાશિના જાતકોને શનિના અશુભ પ્રભાવોથી બચવા માટે શનિ પ્રદોષ વ્રત કરવું જોઈએ. શનિવારના દિવસે ઘરના મંદિરમાં સરસોના તેલનો દિવો પ્રગટાવો જોઈએ.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને શનિ દેવના અશુભ પ્રભાવોથી બચવા માટે પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. સરસોના તેલનું દાન કરવું પણ શુભ હોય છે.

વૃશ્વિક રાશિ

વૃશ્વિક રાશિના જાતકોને શનિ દેવના અશુભ પ્રભાવોથી બચવા માટે શનિ દેવને પુષ્પ અર્પિત કરવા જોઈએ અને જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરવી જોઈએ.

ધનિ રાશિ

ધનુ રાશિના જાતકોએ શનિના અશુભ પ્રભાવોથી બચવા માટે શનિવારના દિવસે ઘરના મંદિરમાં સરસોનો દીવો પ્રગટાવો જોઈએ.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ શનિ દેવના અશુભ પ્રભાવોથી બચવા માટે શમીના વૃક્ષની પૂજા કરવી જોઈએ. તમે તમારા ઘરમાં પણ શમીના વૃક્ષને લગાવી શકો છો.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને શનિ દેવના અશુભ પ્રભાવોથી બચવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

મંત્ર- ऊॅं प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: 

મીન રાશિ

મીન રાશિના જાતકોને શનિ દેવના અશુભ પ્રભાવોથી બચવા માટે શનિવારના દિવસે સરસોનું તેલ દાન કરવું જોઈએ.

હનુમાનજીની પૂજા

હનુમાનજીની પૂજા કરવાથી તમામ પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. હનુમાનજીને ખુશ કરવા સરળ છે, હનુમાનજીના આશીર્વાદ માટે નિત્ય નિયમથી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને રામ નામનો સંકીર્તન કરો. હનુમાનજીના ભક્તો પર શનિનો ખરાબ પ્રભાવ નથી પડતો.

0Shares