- slider news, Trending News, ટેક્નોલૉજી

સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે તમે પણ કરો છો આવી ભૂલ? તો થઈ જજો સાવધાન

લગભગ તમામ સ્માર્ટફોનની બેટરી પોતાની એક્સપાયરી સાથે આવે છે. જો કે, જો તમે તમારા સ્માર્ટફોનને સરખી રીતે ઉપયોગ કરો છો, તો તેની બેટરી લાઈફ આપો-આપ વધી જાય છે.

આ ઉપરાંત ચાર્જ કરવાની રીત અને ચાર્જર પણ સ્માર્ટફોનની બેટરીની લાઈફને નક્કી કરે છે. તો આજે અમે તમને આવી જ કેટલીક ચાર્જિંગ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા ડિવાઈસની બેટરી લાઈફને વધારી શકો છો.

ઑરિજિનલ ચાર્જરથી ફોન કરો ચાર્જ

હંમેશા પોતાના સ્માર્ટપોનને તેની સાથે આવેલા ચાર્જથી જ ચાર્જ કરો. જો તમે કોઈ અન્ય ચાર્જરનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમારા ફોનની બેટરી પર ખરાબ પ્રભાવ પડે છે. સાથે જ ફોનની બેટરીના ખરાબ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

ફોન ચાર્જ કરતા પહેલા કવર નિકાળી દો

ચાર્જિંગ કરતા પહેલા તમારા ફોનનું કવર કાઢી નાખો. ઘણીવાર કવર હોવા છતા ચાર્જની પિન યોગ્ય રીતે લાગતી નથી. આ ઉપરાંત ચાર્જિંગથી ફોન ગરમ પણ થઈ જાય છે, માટે કવર ન હોવું સારુ છે.

ફાસ્ટ ચાર્જિંગવાળા એપ્સ ન કરો ઉપયોગ

ફોનમાં બેટરી બચાવનારા કે ફાસ્ટ ચાર્જિંગવાળી થર્ડ પાર્ટી એપ રાખવાથી બચવું જોઈએ. આ એપ સતત બેકગ્રાઉન્ડમાં ચાલતા રહે છે, જેનાથી બેટરી પર વધારે દબાણ વધે છે.

20 ટકા બેટરી હોવા પર ફોન ચાર્જ કરો

ફોનને ચાર્જિંગમાં ત્યારે લગાવવું જોઈએ, જ્યારે તેની બેટરી ઓછામાં-ઓછી 20 ટકા પર હોય. વગર ડાઉન થયે જ ચાર્જ પર લગાવવાથી દુષ્પ્રભાવ પડે છે. હંમેશા તે પ્રકારના પાવરબેંકનો ઉપયોગ કરો જે તમારી બેટરી માટે ઉપયુક્ત હોય.

0Shares