- slider news, Trending News, ટેક્નોલૉજી

આ યૂટ્યૂબરે TikTokને આપ્યો ઝટકો!, 4.7થી ઘટીને 2 અંક થયું એપનું રેટિંગ, જાણો શું છે સમગ્ર મામલો

શૉર્ટ વીડિયો મેકિંગ એપ ટિક-ટૉકને તગડો ઝટકો લાગ્યો છે. આ મોબાઈલ એપનું રેટિંગ ગુગલ પ્લે સ્ટોર પર 4.7થી ઘટીને 2 અંકે પહોંચી ગયું છે. આ પહેલા ટિક-ટૉક એપનું રેટિંગ 5.8 હતું, જે ઘટીને ત્રણ દિવસમાં 4.7 પર પહોંચી ગયું હતું. હકીકતમાં, ટિક-ટૉકના રેટિંગમાં ઘટાડાના કારણે ટિક-ટૉક અને યૂટ્યૂબ વચ્ચે ચાલી રહેલા વર્ચુઅલ ફાઈટને માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હવે આ લડાઈમાં સામાન્ય ઈન્ટરનેટ યુઝર્સ પણ સામેલ થઈ ગયા છે, જે ગુગલ પ્લે સ્ટોર પર ટિક-ટૉક એપને સતત એક સ્ટાર આપી રહ્યા છે. સાથે જ લોકોએ ટિક-ટૉક એપ પર બેન લગાવવાની માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે ગુગલ પ્લે સ્ટોર પર અત્યાર સુધીમાં 2.42 કરોડ યુઝર્સ ટિક-ટૉક એપને રેટિંગ આપી ચૂક્યા છે. તેમાંથી સૌથી વધારે એક સ્ટાર આપનારા યુઝર્સ સામેલ છે. આ જ કારણ છે કે હવે ટિક-ટૉક એપનું રેટિંગ પ્લે સ્ટોર પર 2 અંક સુધી પહોંચી ગયું છે. જ્યારે, બીજીબાજુ ટિક-ટૉક એપ લાઈટને પણ ઝટકો લાગ્યો છે. આ એપને પણ એક સ્ટાર મળ્યો છે. જ્યારે, હવે આ એપના રેટિંગ 4.8થી ઘટીને 1 અંક પર પહોચી ચૂક્યા છે.

આ છે સમગ્ર મામલો

થોડાક દિવસ પહેલા લોકપ્રિય યુટ્યૂબર્સે ઘણા ટિક-ટૉક યુઝર્સનો મજાક બનાવ્યો હતો. ત્યાર બાદથી જ કેટલાક ટિક-ટૉકર્સ સામે આવ્યા અને તેમણે પોતાના પ્લેટફોર્મ અને કન્ટેન્ટને યુટ્યૂબ કરતા સારુ ગણાવ્યું હતું.

થોડાક જ દિવસોમાં આ મામલો એટલો વધી ગયો કે ભારતના ટૉપ યૂટ્યૂબર્સમાં સામેલ કૈરી મિનાતીએ ટિક-ટૉક વિરુદ્ધ એક રોસ્ટ વીડિયો જારી કર્યો હતો, જેને લોકોએ ઘણો પસંદ કર્યો હતો.

યૂટ્યૂબ પરથી હટાવવામાં આવ્યો કૈરી મિનાતીનો વીડિયો

યૂટ્યૂબર કૈરી મિનાતી તરફથી જારી કરવામાં આવેલા Youtube vs TikTok: The End નામના વીડિયોને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. પરંતુ હવે યૂટ્યૂબે સાયબર બુલિંગ ગાઈડલાઈનના ઉલ્લંઘનનો હવાલો આપીને પોતાના પ્લેટફૉર્મ પરથી કૈરીનો વીડિયો હટાવી દીધો છે.

0Shares