- slider news, Trending News, લાઈફ સ્ટાઈલ

કોરોનાની દવામાં કારગર સાબિત થઈ શકે છે ભારતની આ ઔષધિ

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ફેલાયેલી મહામારીની સારવાર શોધવામાં વિભિન્ન દેશોના વૈજ્ઞાનિક લાગેલા છે. આ વેક્સીનને લઈ ચાલી રહેલી રિસર્ચ અને ક્લિનિકલ ટ્રાયલના પણ સકારાત્મક પરિણામ સામે આવી રહ્યા છે. ત્યારે, બીજીબાજુ પહેલાથી જ ઉપલબ્ધ દવાઓ અને ઐષધીઓમાં પણ તેની સારવારની સંભાવનાઓ શોધવામાં આવી રહી છે.

આ દરમિયાન સારી ખભર એ છે કે આયુર્વેદિક ગુણોથી ભરપૂર ઔષધિ અશ્વગંધા કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ કારગર સાબિત થઈ શકે છે. આઈઆઈટી દિલ્હી અને જાપાનના એક પ્રૌદ્યોગિકી સંસ્થાને અનુંસંધાનમાં શોધ્યું કે અશ્વગંધા કોવિડ-19 સંક્રમણ વિરુદ્ધ ઉપચાર સાથે જ તેની રોકથામ કરનારી પ્રભાવી ઔષધિ સાબિત થઈ શકે છે.

શોધકર્તાઓના જણાવ્યા મુજબ, અશ્વગંધા અને પ્રોપોલીસ એટલે મધમાખીના પુડાની અંદર મળી આવતા મોમી ગુંદના પ્રાકૃતિક યૌગિકમાં કોવિડ-19ની રોકથામ કરનારી ઔષધિ બનાવવાની ક્ષમતા છે. આઈઆઈટી દિલ્હીના જૈવ પ્રોદ્યોગિકી વિભાગના પ્રમુખ ડી સુંદર પ્રમાણે, શોધ ટીમમાં સામેલ વૈજ્ઞાનિકોએ અનુસંધાન દરમિયાન તેમાં મોટી સંભાવનાઓ જોઈ છે.

ડી. સુંદરના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકોએ વાયરસની પ્રતિકૃતિ બનાવવામાં મુખ્ય ભમિકા નિભાવનારા મુખ્ય સાર્સ-કોવિડ-2 એન્જાઈમને શોધનું લક્ષ્ય બનાવ્યું. તેઓએ કહ્યું કે અનુસંધાનના પરિણામ કોવિડ-19 રોધી ઔષધિઓના પરીક્ષણ માટે જરૂરી સમય અને સમયને બચાવી શકે છે. આ સાથે જ કોરોના મહામારીના પ્રબંધનમાં પણ આ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં અશ્વગંધા અને પ્રોપોલીસના વધારે ચિકિત્સીય પરિક્ષણ કરવાની જરૂર છે. ડી.સુંદર પ્રમાણે ઔષધિ વિકસિત કરવામાં થોડો સમય લાગી શકે છે. હાલના પરિદ્રશ્યમાં અશ્વગંધા અને પ્રોપોલીસ અસરદાર સાબિત થઈ શકે છે.

આઈઆઈટી દિલ્હીની સાથે જાપાનના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ઈન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેક્નોલૉજીએ આ શોધ અધ્યયન કર્યું છે. આ પહેલા આયુષ મંત્રાલયના નિર્દેશ પર અન્ય ઔષધિયોની સાથે અશ્વગંધામાં કોરોનાની રોકથામની આશા શોધવા માટે રિસર્ચ થઈ રહ્યા છે.

0Shares