- slider news, Trending News, ટેક્નોલૉજી

108MP ક્વોડ કેમેરાવાળો Motorola Edge+ ભારતમાં લૉન્ચ, જાણો કિંમત-ફીચર્સ

મોટોરોલાએ ભારતમાં પોતાનો ફ્લેગશિપ Motorola Edge+ લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે જેને પહેલા Galaxy S સીરીઝમાં જોવામાં આવી હતી. ગયા મહિને આ સ્માર્ટફોનનું ગ્લોબલી લૉન્ચ કરવામાં આવ્યું હતું.

આ સ્માર્ટફોનની બે મોટી ખાસિયતોની વાત કરીએ તો- પહેલી એ છે કે તેમાં Qualcomm Snapdragon 865 પ્રોસેસર છે, બીજી 108 Megapixelનો પ્રાઈમરી કેમેરા સેન્સર છે.

ભારતમાં Motorola Edge+ની કિંમત 74,499 રપિયા રાખવામાં આવી છે. તેને ફક્ત એક વેરિયન્ટમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજમાં રજુ કરવામાં આવ્યો છે. તેના બે કલર ઑપ્શન છે.

તેનું વેચાણ ફ્લિપકાર્ટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર 26 માર્ચથી શરૂ થશે. પ્રી બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. લૉન્ચ ઑફર અંતર્ગત કંપની તેના પર 7,500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે, પરંતુ તેના માટે ICICI ક્રેડિટ કાર્ડ યુઝ કરવાનું રહેશે.

ભારતમાં આ સ્માર્ટફોનને Xiaomi Mi 10 સામે ટક્કર મળશે, કેમ કે તાજેતરમાં Mi 10 પણ લૉન્ચ કરવામાં આવ્યો છે જેમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર છે.

Motorola Edge+ સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

આ સ્માર્ટફોનમાં 6.7 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેના કંપની એડલેસ એઝ ડિસપ્લે કહી રહી છે. તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે HDR 10+નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 865 પર ચાલે છે.

ફોટોગ્રાફીની વાત કરીએ તો તેના માટે ચાર રિયર કેમેરા પણ આપવામાં આવ્યો છે. પ્રાઈમરી સેન્સર 108 મેગાપિક્સલનો છે, બીજો 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ છે, એક 8 મેગાપિક્સલનો ટેલીફોટો છે જ્યારે એક tof એટલે ટાઈમ ઑફ ફ્લાઈટ સેન્સર આપવામાં આવ્યો છે.

સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. પ્રાઈમરી કેમેરા અને ટેલીફોટોમાં ઑપ્ટિકલ ઈમેજ સ્ટેબ્લાઈઝેશનનો સપોર્ટ છે.

Motorola Edge+માં 5,000mahની બેટરી આપવામાં આવી છે અને તેની સાથે 18wનું ટર્બો પાવર વાયર્ડ ચાર્જિંગનો સપોર્ટ છે. ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ પણ છે અને 5w રિવર્સ વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં USB Type C સહિત હેડફોન જેક અને 4G LTEનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

0Shares