- slider news, Trending News, વર્લ્ડ ન્યૂઝ, વિશિષ્ટ સમાચાર

લો બોલો! કીડા મારવાની દવા-એન્ટીબાયોટિકથી કોરોનાની સારવારનો દાવો, 60 દર્દી તો સાજા પણ થયા

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે દુનિયાભરમાં ઘણા દેશો તેની દવા અને વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. અલગ-અલગ દેશોમાં તેના માટે શોધ થઈ રહી છે અને સકારાત્મક પરિણામ પણ સામે આવી રહ્યાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં ડૉક્ટરોની એટ ટીમે કોવિડ-19ની સારવારમાં કારગર સાબિત થનારી દવા બનાવવાનો દાવો કર્યો છે.

કીડા મારવાની એક દવા અને એન્ટીબાયોટિકને મિલાવીને બનાવવામાં આવેલી દવાથી કોરોનાના 60 દર્દીઓને સાજા કરવાનો દાવો કરવામાં આવ્યો છે. શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે, બે ડ્રગને મિલાવીને એવું એન્ટીડૉટ તૈયાર કરવામાં આવ્યું છે, જે કોરોનાની સારવારમાં કારગર સાબિત થઈ શકે છે.

શોધ કરનારી ટીમમાં સામેલ અને બાંગ્લાદેશ મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના પ્રમુખ પ્રો. મોહમ્મદ તારીક આલમનું કહેવું છે કે અમે કોરોનાના 60 દર્દીઓ પર દવાનો ઉપયોગ કર્યો અને સકારાત્મક પરિણામ મળ્યું. દર્દીઓને જ્યારે બે દવાઓવાળુ એન્ટીડોટ આપવામાં આવ્યું તો બધા દર્દીઓ સાજા થઈ ગયા.

આઈવરમેક્ટિન અને ડૉક્સીસાયક્લિનનું કૉમ્બિનેશન

બાંગ્લાદેશના જાણીતા ચિકિત્સા વિશેષજ્ઞ પ્રો.તારિકનું કહેવું છે કે જાનવરોમાં પરજીવી કીડા મારવાની દવા આઈવરમેક્ટિન સિંગલ ડોઝ સાથે એન્ટીબાયોટિક ડૉક્સીસાઈક્લિનને મિલાવીને એન્ટીડોટ તૈયાર કરવામાં આવ્યું છે. કોરોનાના દર્દીઓને તેમની ટીમ આ જ દવા આપી રહી છે. શ્વાસ લેવામાં તકલીફવાળા દર્દીઓને તેનાથી ઘણો આરામ થયો.

મોહમ્મદ તારીકનો દાવો છે કે આ દવાથી ચાર દિવસમાં જ કોરોના સંક્રમિત સાજા થયા અને સાઈડ ઈફેક્ટ પણ ન થયું. જો કે સાજા થઈ ચૂકેલા દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે. બાંગ્લાદેશ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ કે ડૉ.રબિઉલ મોર્શીદના જણાવ્યા પ્રમાણે, દવા આપ્યા બાદ ત્રીજા દિવસેથી જ કોરોના સંક્રમિતોના લક્ષણોમાં 50 ટકાનો ઘટાડો આવ્યો, જ્યારે ચાર દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

0Shares