- વાત સરકારની

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 1.65 લાખ શ્રમિકોને વતન મોકલાયા

તા-18-05-2020 શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે. શ્રમિકોની વિગતો એક્ઠી કરી યાદી બનાવવી અને કયા રાજ્યના કેટલા શ્રમિકો છે તેના આધારે રેલ્વે તંત્ર સાથે સંકલન કરીને શ્રમિકોને વતન મોકલવાની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એ શ્રુંખલામાં આજે 6442 શ્રમિકો પોતાના વતન ભણી રવાના થયા છે.

ગઈકાલ સુધી 1,59,418 શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. એમ કુલ મળીને 1,65,860 શ્રમિકો સુખ-સુવિધા અને સંતોષ સાથે સુરક્ષિત રીતે પોતાના પહોંચી ચુક્યા છે અથવા તો વતન તરફ છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાએ જણાવ્યું છે કે, લોકડાઉનના પગલે અમદાવાદ જિલ્લામાં અટવાયેલા શ્રમિકોને સત્વરે પોતાના વતન મોકલાવાની જરૂરિયાતના પગલે જિલ્લા વહીવટી તંત્રએ સમગ્રતયા આયોજન કરીને આ વ્યવસ્થાને પરિણામલક્ષી બનાવી છે.

નિરાલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં ઠેક ઠેકાણે રહેતા શ્રમિકોની યાદી એકત્ર કરીને પોતાના ઘરેથી અમદાવાદ લાવવા પ્રાંત અધિકારીઓની આખી ટીમ કામ લગાડીને અમદાવાદ ખાતે નિયત કરયેલ જગ્યાએ લાવવામાં આવે છે, અહીં તેમના ભોજન-પાણી-નાસ્તો અને અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓ કરી ત્યાંથી જ એક સાથે બધાને રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવે છે.

આજે કુલ 4 ટ્રેન દ્વારા 6442 શ્રમિકો વતન રવાના થયા છે. અમદાવાદથી ફતેપુરમાં 1666 શ્રમિકો. અમદાવાદથી ફૈઝાબાદ ટ્રેનમાં 1600, અમદાવાદથી દેઓરીયા ટ્રેનમાં 1576, અમદાવાદથી સુલતાનપુર (પ્રતાપગઢ) 1600 મળી કુલ 6442 શ્રમિકોએ વતનની વાટ પકડી છે. ગઈકાલ સુધીમાં 1,59,418 શ્રમિકો પોતપોતાના વતનમાં જવા રવાના થઈ ચુક્યા છે અને આજના મળી કુલ 1,65,860 શ્રમિકો વતન પહોંચ્યા છે.

0Shares